• 079-26643198
  • સોમ થી શનિ - સવારે 9:00 થી સાંજે 06:00

ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલી ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ.

BOB Rural Self Employment Training Institute (RSETI)

અમદાવાદ વિશે

આપણાં દેશ માં શિક્ષિત યુવા વર્ગ ની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. આ સમસ્યા ગ્રામ્ય વિસ્તાર માં વધુ જટિલ બની જાય છે કારણકે આજે પણ આપની વસ્તી નો મોટો ભાગ ગામડામાં વસેલો છે. યુવા શક્તિ ને જો ઉચિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે અને તેમના માં છુપાયેલ પ્રતિભા ને બહાર લાવવાનો પ્રયતન કરવા માં આવે તો દેશ ના આર્થિક વિકાસ માં મહત્વ નો ભાગ ભજવી શકે છે. આપણાં દેશ નો આર્થિક વિકાસ ત્યારેજ સંભવ થશે જયારે આ વર્ગ ને રોજગારી નો અવસર પ્રાપ્ત થશે. ૩ થી ૫ વર્ષ નો સ્નાતક સ્તર નું શિક્ષણ મેળવી બીજાને ત્યાં નોકરી કરી તેનું નામું લખવું તેના કરતાં પોતાનો વ્યવસાય કરી પોતાનું નામું લખવું વધુ ઉચિત છે. આ વિચારધારા છે પદ્મવિભૂષણ ધર્માધિકારી ડો. ડી. વિરેન્દ્ર હેગડે, પ્રમુખ, આરસેટી સંસ્થા ની જેમણે આ સંસ્થા ના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પદ્મવિભૂષણ ડો. ડી. વિરેન્દ્ર હેગડે એ સર્વ પ્રથમ એવી સંસ્થા ની સ્થાપના કરવાનું વિચાર્યું જેમાં બેરોજગાર વ્યક્તિઓને વિવિધ વિષયો માં તાલીમ આપવા માં આવે જેથી તેઓ પોતાનો વ્યવ્યસાય શરૂ કરી શકે. પદ્મવિભૂષણ ડો. ડી. વિરેન્દ્ર હેગડે ની આ વિચારધારા ના ફળ સ્વરૂપે શિક્ષિત બેરોજગાર યુવાનો ની સમસ્યા ને પહોચી વળવા માટે નો એક સંનિસ્ઠ પ્રયાસ અને ભારત સરકાર ના નિર્દેશ થી ઇ.સ. 2009 માં લીડ બેંક – દેના બેંક દ્વારા દેના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન સ્થાપના કરવામાં આવેલ.

અમદવાદ માં કાર્યરત આ સંસ્થા માં ટૂંકાગાળાના નિશુલ્ક તાલીમ કાર્યક્રમ થકી જીલ્લા ના બેરોજગાર યુવાનોના લાભાર્થે કાર્યરત છે. આ સંસ્થા માં નિશુલ્ક તાલીમ ની સાથે નિશુલ્ક આહાર તથા નિશુલ્ક રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. સંસ્થાનું જમા પાસું તેની વ્યવહારુ, કાર્યક્ષમ અને કઠોર તાલીમ છે.

સંસ્થાનો મુખ્ય હેતુ ગ્રામ્ય બેરોજગાર યુવાનો ને શોધી, તેમને તાલીમ લેવા પ્રોત્સાહિત કરી, તાલીમ પૂરી પાડી અને ત્યારબાદ સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો છે. સંસ્થા ૬0 કરતાં પણ વધુ ટૂંકાગાળાના તાલીમ કાર્યક્રમ નું આયોજન કરે છે. જેનો સમયગાળો 1 થી 6 અઠવાડિયાનો હોય છે. જેમાં પશુપાલન, મરઘાંપાલન , વર્મી કોમ્પોસ્ટ, ટેલરિંગ, ભરત ગુથણ, અગરબતી બનાવવી, બેકરી પ્રોડક્ટ અને ફૂડ પ્રોસેસિંગ, બ્યુટિ પાર્લર, મોબાઇલ રિપેરિંગ, ટીવી તથા ડીવીડી રિપેરિંગ,  મોટર સાઇકલ રિપેરિંગ, ઘર વપરાશના વિધુત ઉપકરણો નું રિપેરિંગ, એસી તથા ફ્રિજ રિપેરિંગ, ફોટોગ્રાફી તથા વિડિયો ગ્રાફી, કોમ્પુટર ડેટા એન્ટ્રી, ડીટીપી, ટેલી, હાર્ડવેર તથા નેટવર્કિંગ, ઉદ્યોગ સાહ્સીકતા જેવા વિવિધ કાર્યક્રમો માં ટૂંકા ગાળા ની ઘનિષ્ઠ તાલીમ પૂરી પાડવા માં આવે છે.

ઇ.સ. ૨૦૦૯ થી શરૂઆત બાદ સંસ્થા નો વિકાશ બીજ માથી વૃક્ષ સ્વરૂપે થયેલ છે. અમદાવાદ ખાતેના દેના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન , ગુજરાત ગ્રામ હાટ ભવન અંજલી ચાર રસ્તા પાસે વાસણા અમદાવાદ પાસે અધ્યતન મકાનમાં બેરોજગારી નિર્મૂલન નું કાર્ય કરી રહી છે. ૨૦૦૯ માં અમદાવાદ ખાતે શરૂઆત કરયા બાદ સંસ્થાએ અત્યાર સુધી માં કુલ ૭૦૫૪ તાલીમાર્થીઓને તાલીમ પૂરી પાડી  છે જેમાંથી કુલ ૪૨૪૪ વ્યક્તિઓએ  પોતાના સ્વતંત્ર વ્યવસાય ધ્વારા માસિક રૂ. ૫૦૦૦ થી ૫૦૦૦૦ સુધી ની આવક મેળવી રહ્યા છે. જે સંસ્થા માટે ગર્વની બાબત છે. આરસેટી સંસ્થા ધ્વારા પૂરી પાડવામાં આવેલ તાલીમ થકી લગભગ ૬૨ % તાલીમાર્થી  સફળતા પૂર્વક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે જે સંસ્થા ધ્વારા તાલીમાર્થીઓમાં પેદા થયેલ આત્મવિશ્વાસ અને લક્ષ પ્રાપ્તિ માટે પ્રેરણાદાયી તાલીમ આપવાનું પરિણામ છે.

સંસ્થા ધ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવા ઉપરાંત તેઓનું સતત બે વર્ષ સુધી ફોલોઅપ કરવામાં આવે છે અને તેમના સંપર્ક માં રહેવા માં આવે છે અને તેઓને લોન, ઇનફ્રાસ્ટ્રક્ચર, વેચાણ વગેરે માટે માર્ગદર્શન, સલાહ સૂચનો આપવામાં આવે છે. યુવાનો માં આત્મવિશ્વાસ, શક્તિ, સાહસ અને અધિકાર આપવામાં અદ્ધૃતીય અને પરિણામલક્ષી સફળ પ્ર્યત્નોની કદરરૂપે આરસેટી સંસ્થાને ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ માં AB રેટિંગ અને ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬,૨૦૧૬-૧૭ માં AA રેટિંગ થી સન્માનિત કરવામાં આવેલ છે .

Image-2
Mr. Dhiren Bhankharia
નિયામક
BOB RSETI અમદાવાદ

Awards and Achievements

"કોઈ બીજાના એકાઉન્ટને લખવાને બદલે તમારું પોતાનું એકાઉન્ટ લખવું વધુ સારું છે."
- ડૉ. ડી. વીરેન્દ્ર હેગડે પદ્મવિભૂષણ

Important Links

© 2019 Dena RSETI Ahmedabad . All rights reserved | Design by Radhe Infocare

Visitors Count
6
7
4
7
8